વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)એ ફ્રાન્સ સાથે 26 રાફેલ-મરીન ફાઇટર જેટની ખરીદી માટે લગભગ રૂ. 64,000 કરોડ (6.6 બિલિયન યુરો)ના મોટા સોદાને મંજૂરી આપી છે. આ વિમાનો સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતના ડેક પરથી કાર્યરત થશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ પાંચ વર્ષ પછી જેટની ડિલિવરી શરૂ થશે. આ મેગા ડીલ હેઠળ ભારતીય નૌકાદળને રાફેલ (મર
