ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષા બાદ ધોરણ-12 સાયન્સના પરિણામને લઈને રાજ્યમાં બોગસ અખબારી યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ અખબારી યાદીમાં 17 એપ્રિલના રોજ ધોરણ-12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે. જોકે, આ બાબત બોર્ડના ધ્યાને આવતા શિક્ષણ બોર્ડ દ્વારા આવી કોઈ સત્
