અમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થતાં તેમાં બેઠેલા એકમાત્ર વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યાં પ્લેન ક્રેશ થયું તેની આસપાસના રહેણાંક વિસ્તારમાં કે અન્ય કોઈ સ્થળે મોટા નુકસાનના કોઈ અહેવાલ નથી. આ ઘટના રહેણાંક વિસ્તારની નજીક બનવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલ મૃતક વ્યક્તિ ટ્રેઇની પાયલટ હતો
