પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે મંગળવારે સવારે એક બાળકીને જન્મ આપ્યો હતો. આ સારા સમાચાર ગ્રેટર નોઈડાની કૃષ્ણા હોસ્પિટલથી આવ્યા, જ્યાં સીમાએ સવારે 4 વાગ્યે પુત્રીને જન્મ આપ્યો હતો. માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર 2023માં પાકિસ્તાનથી તેના પ્રેમી સચિન મીણા માટે ભારત આવી હતી.