અમદાવાદ શહેરમાં રોજેરોજ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો હોવાથી મેયરના અધ્યક્ષસ્થાને હીટવેટ એક્શન પ્લાન અંગેની બેઠક મળી હતી. જેમાં શહેરીજનોને ધોમધખતી ગરમીથી રાહત મળે તે માટે મ્યુનિ. દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેમાં શહેરમાં 600થી વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. શહેરના 70 જેટલા ટ્રાફિક જંકશનો બપોરના સમયે બંધ કરવામાં આવ્યા છે તથા મ્યુનિ. શાળાઓના સમયમાં ફેરફાર કરી દર દોઢ કલાકે વોટર
