ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી-વાઘા સરહદ ક્રોસિંગ પોઈન્ટ ગુરુવારે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો અને બંને દેશોમાંથી કોઈ પણ બીજી બાજુ ગયું ન હતું. પહેલગામ આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે ટૂંકા ગાળાના વિઝા ધરાવતા તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યા પછી આ બોર્ડર પોઇન્ટ્સ પર છેલ્લી ઘડી સુધી લોકોનો ભારે ધસારો થયો હતો.