ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટમાં રાહત પાછી ખેંચીને પાંચ વર્ષમાં આશરે રૂ.8,913 કરોડની વધારાની આવક મેળવી છે. માહિતી અધિકાર કાયદા હેઠળની અરજીઓના સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સે આપેલા જવાબમાં આ ખુલાસો થયો હતો. સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) રેલવે હેઠળ કામગીરી કરે છે અને તે ટિકિટ અને પેસેન્જર ડેટા સહિતની માહિતી જાળવે છે.
