યુપીએસસી દ્વારા લેવામાં આવેલા ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી કુલ 26 ઉમેદવારો પર્સનલ ઇન્ટરવ્યૂ પાસ કરવામાં સફળ રહ્યા છે. જે પૈકી ટોપ 30માં બે વિદ્યાર્થિની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયામાં 2જા ક્રમે અને માર્ગી શાહ 4 ક્રમે અને સ્મિત પંચાલે 30માં ક્રમે સ્થાન મેળવ્યું છે.
