રિયાલિટી શો બિગ બોસ 16થી ફેમસ થયેલા અબ્દુ રોજિકે આ વર્ષની શરૂઆતમાં UAEના શારજાહમાં રહેતી 19 વર્ષની અમીરા સાથે તેની સગાઈના સમાચાર આપી ચાહકોને ચોંકાવી દીધા હતા. જો કે, હવે સગાઈના છ મહિનામાં જ તેણે સાંસ્કૃતિક મતભેદોને કારણે તેની મંગેતર સાથેની સગાઈ તોડી નાખી છે.
