નિકોલ ગામ રોડ પર કોઠિયા હોસ્પિટલ પાસે ફેરિયાઓ ટ્રાફિક અડચણ થાય તે રીતે રસ્તામાં કેરીઓના કેરેટ મૂકીને વેચાણ કરતા હતા. AMCની ટીમ દબાણ હટાવવા ગઇ હતી ત્યારે 10થી વધુ વ્યક્તિના ટોળાએ એએમસી કર્મીઓ સાથે માથાકૂટ કરીને કર્મીઓ અને સરકારી ગાડી પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પાંચ એએમસી કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે 10થી વધુ લોકો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિ