ભારત મહિલાઓ માટે સુરક્ષિત છે, એ સંદેશ સાથે વડોદરાની 40 વર્ષીય સોલો રાઈડર ભૂમિકા દિલીપભાઈ પુરાણીએ વડોદરાથી બદ્રીનાથ અને કેદારનાથ સુધી 3,780 કિમીની બુલેટ યાત્રા પૂર્ણ કરી એક અનોખું સાહસિક અધ્યાય રચ્યું છે. આ યાત્રા માત્ર રોડ ટ્રિપ નહીં રહી, પણ આત્મશોધન અને અડગ સંકલ્પની સાકારમૂર્તિ બની. ભૂમિકા પુરાણીનું મકસદ સ્પષ્ટ હતું – સમાજમાં મહિલાઓ માટે સલામતી અને સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવી.
