મેઘરાજાએ ફરી સમગ્ર રાજ્ય બાનમાં લીધું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવિવાર, સોમવાર અને મંગળવાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ-ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.