IPL 2025ની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને સીઝનની પ્રથમ જીત નોંધાવી હતી. શ્રીલંકાના સ્પિનર વાનિંદુ હસરંગા 35 રનમાં 4 વિકેટ લઈને CSK સામે ત્રીજો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પિનર બન્યો છે. હસરંગા કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન 2011માં હરભજન સિંહે (5/18) અને 2015માં બ્રેડ હોગે (4/29) કર્યું હતું.
