સંવેદનશીલ એક્ટર પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સમાં ચાલતી પોલમપોલને ઉજાગર કરી છે. ધ લલ્લનટોપમાં આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન પીઢ કલાકારે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબીઈંગ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે અન્ય કોઈ કલાકાર કે ફિલ્મની વાત કરવાના બદલે પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની બે ફિલ્મો ‘સર’ અને ‘સરદાર’ નેશનલ એવોર્ડ્સની દાવેદાર હતી. આ સમયે તત્કાલીન સાં
