બે દિવસ અગાઉ રાજસ્થાન રોયલ્સ સામેના મુકાબલામાં વૈભવ સૂર્યવંશીએ ગુજરાતના બોલર્સ સામે આતંક મચાવ્યો હતો અને એકલા હાથે મેચ આંચકી લીધી હતી. ગુજરાત ટાઇટન્સ આ આઘાતમાંથી બહાર આવવનો પ્રયાસ કરી રહી છે અને તે માટે તેની પાસે શુક્રવારે ઉત્તમ તક છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબ
