ભાયલી ભાયલી ગેંગ રેપના આરોપીઓના રિમાન્ડ આજે (ગુરુવારે) પુરા થતા કોર્ટમાં રજૂ કરી આગામી 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ અને પુરાવા એકઠા કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. રિમાન્ડના કારણોમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ તપાસ દરમિયાન પોલીસને સતત ગોળ-ગોળ ફેરવી રહ્યા છે. તપાસમાં પૂરતો સહયોગ ન આપતા હોવાથી વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી.
