પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચેલી રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાથી આખો દેશ ચોંકી ગયો છે. આ બધાની વચ્ચે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમોમાં ફેરફારની માંગ પણ ઉઠી રહી છે. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને છ વખતના વિશ્વ ચેમ્પિયન Jordan Burroughs (અમેરિકન રેસલર)એ UWW પાસેથી તાત્કાલિક નિયમોમાં ફેરફાર કરવા અને વિનેશને સિલ્વર મેડલ આપવા માંગ કરી છે.
