પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુશ્તી 50 કિગ્રા ઈવેન્ટની ફાઈનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો છે. વધારે વજનના કારણે તેને ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે. મંગળવારે, તેણીએ સેમિફાઇનલમાં ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હાર આપી હતી. તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની હતી.