ભારત રમત ક્ષેત્રે વિશ્વ સમક્ષ પોતાની ક્ષમતા પુરવાર કરવા આતુર છે અને 2036 ઓલિમ્પિક રમતોની યજમાની કરવા દાવેદારી નોંધાવી છે. ઓલિમ્પિકના લક્ષ્યને ધ્યાનમાં રાખતા ભારતે 2030 કોમનવેલ્થ સ્પોર્ટ્સની યજમાની માટે પણ દાવેદારી કરી છે. રમત મંત્રાલયના સૂત્રોના મતે ગુરુવારે 2030 કોમનવેલ્થ સ્પોર્ટ્સનું આયોજન અમદાવાદમાં કરવા માટે બિડ કરી છે. ભારત તરફથી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)એ બિડનો પત્ર
