ભુજ:ધીમે ધીમે વધતી ગરમી વચ્ચે આજે પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં આજે અચાનક વાતાવરણ પલટાયું હતું. પંથકમાં બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને છૂટાછવાયા છાંટા વરસ્યા હતા. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખાસ કરીને કેરીને પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.