દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન આજે હરિયાણાના જીંદથી સોનીપત રૂટ પર ટ્રાયલ રન માટે દોડશે. આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા કરવામાં આવ્યું છે. 1200 હોર્સપાવરના શક્તિશાળી હાઇડ્રોજન એન્જિનથી સજ્જ આ ટ્રેન એક સમયે 2638 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ટ્રેનની મહત્તમ ગતિ 110 કિમી/કલાક હશે અને તે શૂન્ય કાર્બન ઉત્સર્જન તેમજ ઓછા ધ્વનિ પ્રદૂષણ સાથે દોડશે.
