ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવી કોલેજોને મંજૂરી આપવા અને વર્ગ વધારા સહિતના નિર્ણય કરવા માટે નીડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે કુલ 9 કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એલઆઇસી ગયા બાદ આખરી મંજૂરી આપવામાં આવશે.
