ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ રવિવાર, 18મેની સાંજે સમાપ્ત થાય તેવા અહેવાલ અંગે સ્પષ્ટતા કરતાં ભારતીય સેનાએ રવિવારે જણાવ્યું હતું કે આશરે એક સપ્તાહ પહેલા ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે યુદ્ધવિરામ અંગે થયેલી સમજૂતીની કોઈ સમાપ્તિ તારીખ નથી.
