અમદાવાદ શહેરમાં મહિલાઓની મદદ માટે બજરંગ દળ દ્વારા ‘મેરા ભાઈ’ નામની હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. છેડતી કે અન્ય કોઈ મુસીબતમાં મુકાયેલી બહેનો સંપર્ક કરશે તો 10 મિનિટમાં મદદ માટે પહોંચાડવાનો બજરંગદળનો દાવો છે. હેલ્પ લાઈન નંબર-8735873595 જાહેર કરવામાં આવ્યો છે.