મેં દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવાનું વિચાર્યું છે, કારણ કે આ મારા મૂળ છે. હું સમજું છું કે સુવિધાઓ અને બજેટની તકલીફો હોય પણ છતાં આપણી પાસે ઘણા સારા વિષયો છે. મને ગુજરાતીમાં હિન્દી કરતાં સારા રોલ મળ્યાં છે. ઘણાં ગુજરાતી કલાકારોને એવું થાય છે, તેથી એ લોકો પણ પાછા આવવા ઇચ્છે છે.” આવું કહે છે, સુપ્રિયા પાઠક.