છોટા ઉદેપુર જિલ્લાના પહાડી પ્રદેશમાં અનેક પહાડો આવેલા છે. જેમની સાથે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. તેવી જ રીતે તેજગઢ પાસે આવેલા કોરાજના ડુંગર પરની ગુફામાં 12000 વર્ષ પૂર્વેના ગુફા ચિત્રો આજે પણ જોવા મળી રહ્યા છે. જેથી પુરાતત્વ વિભાગ દ્વારા આ ચિત્રોની તપાસ કરવામાં આવે સ્થાનિક આદિવાસીઓએ માંગ કરી છે.
