સુરતની નવી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતી 24 વર્ષીય જાનવી નામની યુવતીએ પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક યુવતી MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવતીના આપઘાતને લઇ પરિજનોમાં શોકનો માહોલ છે.
