અમદાવાદમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોની નકલી ટિકિટો મળી આવી છે. 70 રુપિયા ના દરની 27 ટીકીટો અને 100 ના દર ની 25 એમ કુલ મળીને 52 નકલી ટિકિટ મળી આવી છે. ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી આ 52 નકલી ટિકિટો મળી આવી છે. જે બાદ કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે ટિકિટો માર્કેટમાં વેચાઈ હોવાની શક્યતાના આધારે રિવરફ્રન્ટ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
