રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઇસ્ટર તહેવારને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, યુદ્ધવિરામ ફક્ત રવિવારની મધ્યરાત્રિ સુધી જ રહેશે. આ યુદ્ધવિરામ પ્રયાસને શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.
