મની લોન્ડરિંગ કેસમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને 27 એપ્રિલે ઈડી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે. હૈદરાબાદમાં EDએ દરોડા પાડ્યા હતા. આ કેસ એક રિયલ એસ્ટેટ કંપની સાથે જોડાયેલો છે, જેના મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર છે. તેલંગાણા પોલીસની FIR અને આરોપો છે કે મહેશ બાબુને રોકડમાં નાણાં ચૂકવાયા છે.
