દેશમાં સોનું ₹1,00,000ની લગોલગ પહોંચ્યું હતું. સોમવારે ખુલતામાં જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે સ્પોટમાં 3,417 ડોલરની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યું હતું, જે 88 ડોલરનો ઊછાળો દર્શાવતો હતો. વૈશ્વિક મજબૂતાઈ પાછળ સ્થાનિકમાં ₹1000 વધી ₹99,500ની નવી ઊંચાઇએ પહોંચ્યા હતા. જ્યારે દિલ્હીમાં તો ભાવ એક લાખની નજીક ₹99,800 બંધ રહ્યા હતા. ડોલર ઇન્ડેક્સ 3 વર્ષની નીચલી સપાટીએ ગબડીને 98.05 રહેતાં અને ચીન-અમેરિ
