કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ કરાયેલા કાંકરિયા લેકફ્રન્ટમાં જૂના વેપારીઓ અને નવા વેપારીઓને ફૂડ સ્ટોલ માટે મનફાવે તેમ જગ્યાઓ ફાળવી દીધા પછી પણ મ્યુનિ. સત્તાધીશોએ લેકફ્રન્ટ બહાર પુષ્પકુંજ નજીક પિકનિક હાઉસની બાજુનાં મ્યુનિ. પ્લોટમાં છ સાત કરોડના ખર્ચે વધુ એક ફૂડ પ્લાઝા બનાવવાનો નિર્ણય લીધો છે.
