અમદાવાદ: ફરી એક વખત સોનાના ભાવમાં અસાધારણ વધારો થતા દાણચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, વધુ એક વખત થાઈલેન્ડથી આવી રહેલા બે મુસાફરો પાસેથી અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા 1.29 કરોડનું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા બે મુસાફરો પૈકી એકના બેલ્ટમાં સોનાની પેસ્ટ છુપાવવામાં આવી હતી જ્યારે બીજા પાસેથી સોનાની લગડીઓ મળી આવી છે.