સાઉથના સ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન પોતાના ભૂતકાળના સંબંધો વિષે જાહેરમાં વાત કરવામાં ક્યારેય ખચકાતી નથી. તાજેતરના સમયમાં તેણે એક્ટર માઈકલ કોરસાલ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ શાંતનુ હજારિકા સાથે ડેટિંગ કરેલું છે. સંખ્યાબંધ બોયફ્રેન્ડ હોવા બાબતે જીવનમાં કોઈ પસ્તાવો નથી. જો કે ઘણાં લોકોના દિલ દુભાવ્યા છે અને હવે તેમને સોરી કહેતી રહું છે.
