ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમના મેન્ટર કેવીન પીટરસનનું માનવું છે કે ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ચોથા ક્રમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેણે ભારત માટે આગામી ટી20 વર્લ્ડ કપમાં આ જ ક્રમે બેટિંગ કરવા ઉપરાંત વિકેટકીપિંગ કરવું જોઇએ.
