ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2025ની સિઝનના પ્રારંભે જ પોતપોતાની મેચ હારી જનારી બે ટીમ એટલે ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે અહીં મુકાબલો થશે ત્યારે બંને ટીમ ટુર્નામેન્ટમાં વળતો પ્રહાર કરીને આગેકૂચ કરવાના ઇરાદાથી રમશે. સાંજે 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.
