પહેલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. વર્તમાન સંજોગોને ધ્યાને રાખી ‘ધ બોલિવૂડ બિગ શોટ યુકે ટૂર’ મુલતવી રાખવામાં આવશે. આ ટુરમાં સલમાન ખાન અને માધુરી દિક્ષિતની સાથે ટાઈગર શ્રોફ, વરુણ ધવન, દિશા પટાણી, ક્રિતિ સેનોન, સારા અલી ખાન, સુનિલ ગ્રોવર અને મનીષ પૌલ પણ જવાના હતા. ઓર્ગેનાઈઝર્સે ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોનું કારણ દર્શાવી ટૂર મોકૂફ રાખી છે
