યાત્રાધામ અંબાજી ખાતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાયો, જેમાં પાલનપુર એસ.ટી. વિભાગને 3.21 કરોડ રૂપિયાનું વધારાનું વળતર મળ્યું. પાલનપુર, ડીસા, અંબાજી, સિદ્ધપુર, રાધનપુર, થરાદ અને દિયોદરથી 308 બસો મુસાફરોને લાવવા-લેવા માટે ઉપયોગમાં લેવાઈ. મેળા દરમિયાન અંદાજિત 6,89,000 મુસાફરોને મા અંબાના દર્શન કરાવ્યા.