મહેસાણા જિલ્લાના અપરિણીત યુવકની જાણ બહાર અડાલજ ખાતે તેની નસબંધી કરી દેવાની ખળભળાટ મચાવી દેનારી ઘટનાની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અપરિણીત યુવકને નસબંધી કરવા માટે લઈ જનાર આરોગ્ય કર્મચારીએ કાગળો પર તેને પરિણીત અને ત્રણ સંતાનોનો પિતા દર્શાવ્યો હોવાનું ખુલ્યું છે. આરોગ્ય વિભાગે નસબંધીના અન્ય કેસોની તપાસ પણ હાથ ધરી છે.