દ્વારકા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃતરીતે કરવામાં આવેલા બાંધકામોને તંત્ર દ્વારા સમયાંતરે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મંગળવારે દ્વારકાના રુક્ષ્મણી મંદિરના મેદાનમાં ખડકી દેવાયેલ અનધિકૃત બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ચાલ્યું હતું.
