ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાને ટ્રોફીને સમગ્ર દેશમાં ફેરવવાની જાહેરાત કરી છે. જો કે, હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આના પર કાર્યવાહી કરી છે અને ટ્રોફીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoKમાં લઈ જવાનો ઈન્કાર કરી દીધો છે.
