જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બાધલ ગામમાં ‘રહસ્યમય મોત’નો સિલસિલો વણઉકેલાયેલો છે. આ ઘટનામાં 36 દિવસમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે રાત્રે ગામમાં એક 9 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં રહસ્યમય રોગના કારણે મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકોનો પણ સમાવેશ થાય છે.
