અમેરિકાથી માસ ડિપોર્ટેશનની કાર્યવાહી વચ્ચે શનિવારે 116 જ્યારે રવિવારે 112 ભારતીયોને લઈને USનું લશ્કરી વિમાન અમૃતસર પહોંચ્યું હતું. જેમાં સામેલ શીખ સમુદાયના કેટલાક લોકોએ દાવો કર્યો કે, તેમને ન માત્ર હાથકડી પહેરાવી પરંતુ પાઘડી પણ ઉતારી લેવામાં આવી હતી. કેટલાક લોકોએ ડંકી રૂટના ડરામણા માર્ગ વિશે પોતાના અનુભવો શેર કર્યા છે.
