અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નીતિઓને કારણે સમગ્ર વિશ્વમાં ટીકાનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે અમેરિકામાં પણ તેમનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પ અને અબજોપતિ ઇલોન મસ્કના વિરોધીઓએ હવે શનિવારે દેશભરમાં રેલીઓ કાઢીને સરકારી કર્મચારીઓની છટણી, અર્થતંત્ર, માનવાધિકાર સહિતના મુદ્દે તેમની નીતિઓનો વિરોધ કરવાની યોજના બનાવી છે. 150થી વધુ સંગઠનો 1,200થી વધુ જગ્યાએ ‘હેન્ડ્સ ઓફ’ આ
