છત્તીસગઢ સરકારની મહતારી વંદન યોજનાનો ગેરલાભ ઉઠાવ્યાનો મામલો સામે આવ્યો છે. બસ્તર જિલ્લાના તલુર ગામમાં એક્ટ્રેસ સની લિયોનના નામે એક એકાઉન્ટમાં દર મહિને 1000 રૂપિયા જમા કરવામાં આવતા હતા. RTI (માહિતીનો અધિકાર) એ ખુલાસો કર્યો છે કે છેલ્લા 10 મહિનાથી બોલિવૂડ અભિનેત્રી સની લિયોનના નામ પર એક હજાર રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા.
