વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં છાશવારે માનવવસ્તી તરફ આવી ચડતાં મગર હવે સામાન્ય ઘટના બની રહી છે. વડોદરાના પોલોગ્રાઉન્ડ સામે રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બાર ફૂટનો મહાકાય મગર દેખાતાં સ્થાનિક રહીશોમાં એક તબક્કે તો ફફડાટ ફેલાઇ ગયો હતો. બાર ફૂટનો લગભગ અઢીસો કિલોથી વધુ વજન ધરાવતાં મગરને ભારે જહેમત બાદ સ્વયંસેવકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.