ગાંધીનગર: રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલમાં 21 વર્ષીય વિદ્યાર્થી વંશ ગેન્ટે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના સોમવારે રાત્રે બની હતી, જ્યારે વંશ પોતાના રૂમ નંબર 31માં એકલો હતો. પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
