અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત શાળાઓમાં હવે માધ્યમિક શિક્ષણ પણ મળશે. અગાઉ માત્ર ધોરણ 8 સુધીના શિક્ષણની સુવિધા હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓ ધોરણ 10 સુધી વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. આગામી શૈક્ષણિક સત્રથી શહેરના 7 ઝોનમાં 7 નવી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે, જેનાથી અનેક વિદ્યાર્થીઓને લાભ મળશે.