વર્ષ 2020માં શરૂ થયેલી આ ફેમસ સીરિઝ 3 એપ્રિલે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખુશીમાં નિર્માતાઓ દ્વારા પંચાયતની સીઝન 4ની રીલિઝ તારીખની ખાસ ભેટ આપવામાં આવી છે. 2 જુલાઈ 2025થી પંચાયત 4 OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે, જ્યાં ફરી એકવાર તમને ગામની એ જ હૃદયસ્પર્શી વાર્તા અને તમારા મનપસંદ પાત્રોની મનોરંજક સફર જોવા મળશે.