ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2025ની સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે કોઈ આશા બચી નથી. મંગળવારે બંને ટીમ વચ્ચેનો મુકાબલો સિઝનની દ્રષ્ટિએ ઔપચારિક જ છે તેમ છતાં ભવિષ્યની ટીમની રચના અને પ્રતિષ્ઠા માટે આ બંને ટીમ મંગળવારે સાંજે 7.30 કલાકે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે.







